• બુધવાર, 29 નવેમ્બર, 2023

વરલીમાં ગર્લફ્રેન્ડથી વિવાદ બાદ પોલીસ કર્મચારીની આત્મહત્યા  

મુંબઈ, તા. 20 : મુંબઈના વરલી વિસ્તારમાં પોલીસ કર્મચારીએ રવિવારે રાતે પોતાની પ્રેમિકા સાથે થયેલા વિવાદ બાદ આત્મહત્યા કરી હતી. આ અગાઉ પોતાની ગર્લફ્રેન્ડને મેસજ મોકલીને ફોટો મોકલ્યા બાદ તેણે અંતિમ પગલુભર્યું હતું. પોલીસ અનુસાર ઇન્દ્રજીત સાલુંખે (27) મુંબઈ પોલીસના એલ એ ડિવિઝન વનમાં કાર્યરત હતો. રવિવારે રાતે ઇન્દ્રજીતનો પોતાની પ્રેમિકા સાથે કોઇ કારણસર વિવાદ થયો હતો, ત્યારબાદ ઇન્દ્રજીતે પ્રેમિકાને દાદર મૂકી અને તે વરલી આવી ગયો હતો. વરલી આવ્યા બાદ તેણે પોતાની પ્રેમિકાને મેસેજ અને તસવીર મોકલી હતી અને જણાવ્યું હતું કે તે આત્મહત્યા કરી રહ્યો છે. વરલીમાં સ્વિમિંગ પૂલ નજીક લોખંડની ગ્રીલથી લટકીને તેણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સ્વિમિંગ પૂલના વોચમેને આ ઘટનાની જાણકારી વરલી પોલીસ સ્ટેશને આપી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.