• સોમવાર, 04 માર્ચ, 2024

ક્રુઝ ડ્રગ્સ : પસંદગીયુક્ત સીસીટીવી ફૂટેજ પર કોર્ટનાં ભવાં ખેંચાયાં

મુંબઈ, તા. 28 : 2021ના ક્રુઝ ડ્રગ્સ બસ્ટ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સભ્યસ્ત પંચોનો ઉપયોગ કર્યો હતો એવી જે દલીલ છે તેની તપાસ ટ્રાયલના અંતે કરવામાં આવશે, એમ ખાસ એનડીપીએસ અદાલતે જણાવ્યું હતું.

પંચ સાક્ષીઓના પુરાવાના મૂલ્યની ચકાસણી એ તબક્કે કરવામાં આવશે એમ જોગેશ્વરીના એક્ઝિક્યુટીવ અબ્દુલ કાદર (30)ની જામીન અરજીને નકારતા કોર્ટે જણાવ્યું હતું. અબ્દુલ કાદરની ડ્રગ સપ્લાયર તરીકે તેની ભૂમિકાને લઈને આ કેસમાં ધરપકડ કરાઈ હતી. જજે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલા ડ્રગ્સના સ્વરૂપમાં પુરાવા હાજર છે અને રસાયણ વિશ્લેષણ તેની પુષ્ટિ કરે છે.

જજે જણાવ્યું હતું કે, ``કાદરે જે સીસીટીવી ફુટેજ રેકોર્ડ માટે રજૂ કર્યા છે તે પસંદગીયુક્ત રીતે એવું બતાવવા માટે લેવામાં આવ્યા હતા કે પંચનામા વખતે પંચ સાક્ષી આદિલ ઉસ્માની મોટર સાયકલ પર સવાર હતો. એ સ્થળે સંબંધિત સમયે ખરેખર શું થયું હતું તેના પર પ્રકાશ પાડવા સમગ્ર સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવા જોઈતા હતા.'' એમ જજે જણાવ્યું હતું.