• સોમવાર, 04 માર્ચ, 2024

નવી મુંબઈનાં 4500 ગેરકાયદે મકાનો સામે થશે કાર્યવાહી  

મુંબઈ, તા. 11 : નવી મુંબઈની 4500 જેટલી ગેરકાયદે ઇમારતો સામે કાર્યવાહી થશે. મુંબઈ હાઈ કોર્ટે નવી મુંબઈ પાલિકા પાસે 2015 બાદ બાંધવામાં આવેલા ગેરકાયદેસર મકાનો સામે શું કાર્યવાહી કરી એની વિગતો માગી છે. દિવાળી અગાઉ અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરનારા ડૉ. રાહુલ ગેથેની ફરીથી દબાણ વિરોધી ખાતાના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. પરિણામે શહેરના ગેરકાયદેસર મકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે એવી આશા બંધાઈ છે. 

નવી મુંબઈમા મોટા પ્રમાણમાં ગેરકાયદે ઇમારતો બાંધવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આવી ઇમારતોના નિર્માણ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. પાલિકાના અંદાજ મુજબ શહેરમાં આવી ઇમારતોની સંખ્યા 15,000 કરતા વધુ છે. પાલિકાએ 2015માં 4000 જેટલા ગેરકાયદે મકાનોની જો તે ચોક્કસ સમયમર્યાદામા તોડવામાં નહીં આવે તો એને ધરાશાયી કરવાની નોટીસ પણ બજાવી હતી. જોકે, ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.