• સોમવાર, 04 માર્ચ, 2024

ચૂંટણી દરમ્યાન સોના-ચાંદીના વેપારીઓને મળી રાહત   

મુંબઈ, તા. 11 : કૉન્ફડેરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતા દરમ્યાન આયકર વિભાગ દ્વારા પકડવામાં આવનારા સોના, ચાંદી, બુલિયનને હવે જપ્ત કરવામાં નહીં આવે જો શરાફ પાસે એના યોગ્ય દસ્તાવેજો હોય. 

મામલે સીબીડીટી ચૂંટણી સેલ દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેને કારણે કૈટ સાથે સંકળાયેલા શરાફ સંગઠન દ્વારા આનંદ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન કીમતી વસ્તુઓનું વહન કરનારાઓ પાસે એને માટે જરૂરી કાગળો હોવા જરૂરી છે.