• સોમવાર, 04 માર્ચ, 2024

ગોંડ ગોવારીને આરક્ષણના લાભ માટે વટહુકમમાં સુધારો કરાશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ગોંડ ગોવારી સમાજના પ્રતિનિધિઓએ ગત 26મી જાન્યુઆરીથી નાગપુરના સંવિધાન ચોકમાં આરક્ષણનો લાભ મેળવવા માટે બેમુદત ઉપવાસ શરૂ કર્યા છે તેના પગલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળની સમિતિએ તેઓને આરક્ષણ આપવા માટેની તૈયારી કરી છે.

ગોંડ ગોવારીને આરક્ષણનો લાભ આપવા માટે 24મી એપ્રિલ 1985ના સરકારી વટહુકમમાં ફેરફાર કરવામાં આવશે. હેતુસર વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સમિતિ રચવામાં આવશે. સમિતિ પોતાનો અહેવાલ આગામી ત્રણ માસમાં રાજ્ય સરકારને આપશે. તે અહેવાલને આધારે રાજ્ય સરકાર ગોંડ ગોવારી જાતિના સભ્યોને અનુસૂચિત જનજાતિઓને મળતા આરક્ષણના લાભ મળે માટે પગલાં ભરશે.