• સોમવાર, 04 માર્ચ, 2024

ધારાવીવાસીઓ ઘરો ખાલી કરે પછી અદાણી જગ્યા પચાવી પાડશે : ઉદ્ધવ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ધારાવીવાસીઓએ ઘર ખાલી કરવાની જરૂર નથી. અદાણી ધારાવીની જગ્યા ઉપર કબજો જમાવી દેશે એમ ઠાકરે જૂથના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે. કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે ધારાવીની ઝૂંપડપટ્ટીના પુનર્વસનનું કામ અદાણી જૂથને આપવાનો વિરોધ કરી રહ્યા છે. અદાણી જૂથે આક્ષેપ અંગે ટિપ્પણ કરવાનો ઇનકાર કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર ઉપર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે, તે ધારાવીવાસીઓને ડરાવી રહ્યા છે. ધારાવીના રહેવાસીઓને 500 ચોરસ ફૂટનાં ઘરો મળવા જોઈએ. લોકસભાની ચૂંટણીની તૈયારી માટે ધારાવીની શાખાને મુલાકાતે ગયેલા ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, ધારાવીવાસીઓ એકવાર ઘર ખાલી કરે પછી તે પાછી આવી શકશે નહીં. સ્થળે એકઠા થયેલા લોકોની સંખ્યા બતાવે છે કે શિંદે- ફડણવીસ સરકાર સામે લોકોને ભારે અસંતોષ છે.

લોકોને અહીંથી ભગાડી મૂકવા નિવૃત્ત પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પણ મારી સાથે શિવસૈનિકો અને લોકો હોવાથી મને કોઈની પરવા નથી. જો ધારાવીવાસીઓ કાંજુર અને ભાંડુપમાં સોલ્ટલૅન્ડ સ્થિત સંક્રમણ શિબિરમાં જશે તો ત્યાં તેઓને પાયાની સગવડો નહીં મળે. હું સત્તા ઉપર હતો ત્યારે પણ પ્રકારનો સોદો કરી શક્યો હોત, પણ મેં લોકોની સાથે રહેવાનું પસંદ કર્યું, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.