• સોમવાર, 04 માર્ચ, 2024

પ્રિન્સેસ ડૉક મરીના પ્રોજેક્ટ હવે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પૂરું કરશે   

મુંબઈ, તા. 12 : ગૅટવે અૉફ ઇન્ડિયાની આસપાસ ખાનગી જહાજોની ભીડને ઓછી કરવા માટે મરીના પ્રોજેકટનું નિર્માણ હવે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) કરશે. વર્ષોથી અટકેલા પ્રોજેક્ટ માટે કોઈપણ કૉન્ટ્રાકટર મળતા બીપીટીએ હવે જાતે આને પૂર્ણ કરવાની યોજના બનાવી છે. બીપીટી છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રિન્સેસ ડૉક (મઝગાંવ  ડૉકની પાસે)ની પાસે ખાનગી જહાજોના પાર્કિંગ સ્થળ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. પ્રૉજેક્ટ માટે ઘણી વખત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. કૉન્ટ્રાકટરોને આકર્ષવા માટે ટેન્ડરની શરતોમાં પણ ઘણી વખત ફેરબદલ કરવામાં આવ્યો હોવા છતાં કોઈ કંપની આગળ આવી નથી. કૉન્ટ્રાક્ટરો સાથે ચર્ચા બાદ પ્રૉજેક્ટની અંદર કૉમર્શિયલ એરિયાને પણ બમણો કરવામાં આવ્યો હતો. 

શરૂઆતમાં જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. એમાં કમર્શિયલ ઉપયોગ માટે એક હેક્ટરની જગ્યાની પરવાનગી હતી. જેને વધારીને બે હેક્ટર કરવામાં આવી હતી. એમ છતાં કોઈ કૉન્ટ્રકટર મળતા પરેશાન બીપીટીએ જાતે પ્રૉજેક્ટનું કામ શરૂ કરવાની યોજના બનાવી છે. બીપીટીના એક અધિકારીના જણાવ્યા અનુસાર કૉન્ટ્રકટરને કામ માટે ઘણી બધી મુશ્કેલીઓ હતી તેથી કોઈ આગળ આવી રહ્યુ નહોતું. પ્રૉજેકટ અંતર્ગત પ્રિન્સેસ ડોક નજીક અંદાજે 300 યોટનું પાર્કિંગ સ્થળ બનાવવાની યોજના હતી.