• સોમવાર, 04 માર્ચ, 2024

મહારાષ્ટ્રના વિલંબિત સાત હજાર હાઉસિંગ પ્રોજેક્ટ પૈકી ત્રણ હજાર પૂર્ણ  

મુંબઈ, તા. 12 : રાજ્યભરમાં ઘણાં સમયથી વિલંબિત અથવા બંધ પડેલા સાત હજાર હાઉસિંગ પ્રોજેક્ટ પૈકી ત્રણ હજાર પ્રોજેક્ટ ગયા વર્ષ સુધી પૂર્ણ કરવામાં આવ્યાં છે. આવા પ્રોજેક્ટની નોંધણી રદ કરવાની પ્રક્રીયા કરવામાં આવતાં બંધ પડેલા પ્રોજેક્ટ પૈકી કેટલાંક પૂર્ણ થયા હતા. વળી મહારેરા સમક્ષ કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું છે. મહારેરાએ ગયા વર્ષથી ઘણાં સમયથી ખોટકાયેલા પ્રોજેક્ટ સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 70 ટકા કામ પૂર્ણ થયા હોય એવા પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. માટે ભૂતપૂર્વ પાલિકા કમિશનર સંજય દેશમુખના નેતૃત્વમાં સ્વતંત્ર વિભાગની પણ રચના કરવામાં આવી હતી. જેમણે આવા પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. તેમ પ્રોજેક્ટ પૂર્ણ થાય એના માટે પ્રયત્નો પણ શરૂ કર્યા હતા. માટે બીલ્ડરોના સંગઠનોની રચના કરી એમનાં મારફત પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ચર્ચાઓ શરૂ કરી હતી. જેનું પરિણામ દેખાવા લાગ્યું છે. તેમ સાત હજાર પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. અત્યાર સુધી કુલ 44,512 પ્રોજેક્ટની મહારેરામાં નોંધણી કરવામાં આવી છે. જે પૈકી 14,051 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. જેને જોતા 35 ટકા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.