• સોમવાર, 04 માર્ચ, 2024

મોબાઈલ ગૅમના વળગણની વિદ્યાર્થીઓ પર માઠી અસર  

રાજ્યનો આરોગ્ય વિભાગ શરૂ કરશે અભિયાન

મુંબઈ, તા. 12 : મોબાઇલ ગૅમનું વળગણ શાળાએ જતા બાળકો માટે ગંભીર સમસ્યા બની છે.   વળગણને લીધે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સમસ્યામાં પણ વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આની ગંભીર નોંધ લઈને અૉનલાઇન ગૅમ જવાબદારીપૂર્વક રમો આવા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઘણાંને સતત અૉનલાઇન રમતો રમવાનો કારણે શું ગેરલાભ થાય છે. એની ખબર હોતી નથી. તેથી એમનું સમયસર માર્ગદર્શન જરૂરી છે. 

ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં અૉનલાઇન ગૅમનું વળગણ વધ્યું છે. સાઇકિયાટ્રીકના મતે રમત રમવાને કારણે એકાગ્રત ઓછી થવી, કોઈપણ વિષય પર ધ્યાન લાગવું, ચિડીયો સ્વભાવ થવા જેવી ભાવનાઓ વધુ પ્રબળ થાય છે. શૈક્ષણિક સુવિધાને કારણે બાળકોને મોબાઇલ આપવો પડતો હોય છે. લૉકડાઉન બાદ બાળકોને ઘરે બેસવું પડયું હતું. તેથી આવા ગૅમ પાછળ સમય પસાર કરવાનું પ્રમાણ વધ્યું હતું. સાર્વજનિક આરોગ્ય વિભાગે શરૂ કરેલા અભિયાનમાં એક પ્રશ્નાવલી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં વ્યકિતને દસથી 15 પ્રશ્નો પૂછવામાં આવશે. એના નિષ્કર્ષના આધારે ધીમે-ધીમે કાર્યક્રમના ધારા-ધોરણો નક્કી કરાશે.