• સોમવાર, 04 માર્ચ, 2024

અદાણી ઈલેક્ટ્રિસિટીનો ભારતની એડીએમએસ સાથે નવા યુગમાં પ્રવેશ     

મુંબઈ, તા. 12 : અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા 31.5 લાખ ઘરો અને આસ્થાપનાઓ વિશ્વસનીય વીજપુરવઠાની ખાતરી રાખવા માટે નવું નેટવર્ક અૉપરેશન્સ સેન્ટર (એનઓસી) શરૂ કરવામાં આવ્યું છે. એનઓસી ભારતની પ્રથમ સંપૂર્ણ કાર્યશીલ એડવાન્સ્ડ ડિસ્ટ્રિબ્યુશન મૅનેજમેન્ટ સિસ્ટમ (એડીએમએસ) દ્વારા પાવર્ડ નવીનતમ સુપરવાઈઝરી કંટ્રોલ ઍન્ડ ડેટા એક્વિઝિશન (એસસીએડીએ) સિસ્ટમ સાથે સુસજ્જ છે. નવું હબ વીજ વ્યવસ્થાપનમાં ભવિષ્યલક્ષી સમાધાન પૂરું પાડીને મુંબઈ જે રીતે વીજનો અનુભવ કરે છે 

તેમાં દાખલો બેસાડવા માટે મોટું પગલું છે. 

સ્માર્ટ પાવર મૅનેજમેન્ટ માટે અસલ સમયનું ઈન્ટેલિજન્સ : 

એડીએમએસ દ્વારા પાવર્ડ એનઓસી મુંબઈના વીજ વિતરણમાં ક્રાંતિ લાવવા માટે સ્થાપિત નવી ટેકનૉલૉજી છે. તે સેન્સર્સના નેટવર્કમાંથી ડેટા ભેગો કરે છે, જે તે પછી અસલ સમયમાં વિશ્લેષણ કરીને શહેરના વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંપૂર્ણ ચિત્ર આપે છે. આને કારણે વીજ વિતરણમાં વધુ પૂર્વ સક્રિય અભિગમ અપનાવી શકાય છે, કારણ કે સંભવિત સમસ્યા ગ્રાહકો માટે મોટી બને તે પૂર્વે શોધી શકાય અને પહોંચી વળી શકાય છે.    

આને કારણે એનઓસી ટીમ નિમ્નલિખિત કરી શકે છે:   

·        આઉટેજીસ ભાંખી અને નિવારી શકાય છે : એડીએમએસ મોટા પાવર આઉટેજીસ ઉદ્ભવે તે પૂર્વે સમસ્યાને શોધી શકે છે. આને કારણે ગ્રાહકો માટે કોઈપણ મોટો અવરોધ નિવારવા માટે ઝડપી પગલાં લઈ શકાય છે. 

ઝડપી પુન:સ્થાપના : એડીએમએસ અણધાર્યા અવરોધ દ્વારા પેદા થતી સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવામાં મદદ કરે છે. તે અસરગ્રસ્ત જગ્યા ઓળખી શકે છે અને સમસ્યા સુધારવા માટે પગલાં લેવા અદાણી ઈલેક્ટ્રિસિટીના વીજ યોદ્ધાઓને માર્ગદર્શન આપી શકે છે. 

·        મહત્તમ નેટવર્ક કાર્યક્ષમતા : તે વીજ નેટવર્કમાં વીજના પ્રવાહનું સંતુલન રાખવામાં મદદ કરે છે. આવું કરીને તે નુકસાન થતી ઊર્જાનું પ્રમાણ ઓછું કરી શકે અને સંભવિત રીતે વીજ બિલો ઓછાં કરી શકે છે. 

·        સક્ષમ ભવિષ્ય : એડીએમએસ હરિત આવતીકાલને પ્રમોટ કરીને સૌર અને પવન જેવા નવિનીકરણક્ષમ ઊર્જાના સ્રોતોને સહજતાથી જોડે છે.     

ભારતના પ્રથમ એડીએમએસ સાથે અદાણી નેટવર્ક અૉપરેશન્સ સેન્ટરનું લોન્ચ અદાણી ઈલેક્ટ્રિલિટી અને મુંબઈની વીજની ક્ષિતિજ માટે મોટી હાઈલાઈટ છે, એમ અદાણી ઈલેક્ટ્રિસિટીના મૅનાજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલે જણાવ્યું હતું. `અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈના પાવર નેટવર્કને વધુ વિશ્વસનીય અને કાર્યક્ષમ બનાવે છે. આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને વીજનું નેટવર્ક સમસ્યાઓ ભાંખી શકે અને ઝડપથી સુધારી શકે છે, વીજ પ્રવાહ સુધારે છે અને હરિત ભવિષ્યમાં યોગદાન આપે છે. આને કારણે શહેર વધુ પ્રકાશમય અને સ્થિતિસ્થાપક બનશે.' 

જ્યારે, એસ્પેન ટેકના પ્રવક્તા, એમ વી રુદ્રેશાએ જણાવ્યું હતું કે, `અસપેનટેકને અમારા ઓએસઆઈ મોનાર્ક સોફ્ટવેર પ્લૅટફૉર્મ દ્વારા મુંબઈની વિતરણ વ્યવસ્થાને વધારવા માટે અદાણી ઇલેક્ટ્રિસિટી સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે. અદાણી ગ્રુપના ભાગીદાર તરીકે, અમે એસેટ્સને વધુ ઝડપી, લાંબા સમય સુધી, સુરક્ષિત અને હરિયાળી ચલાવવા માટે અૉપ્ટિમાઇઝ કરીને ડિજિટલી રૂપાંતરિત કરીએ છીએ.   

એડીએમએસ પ્લૅટફૉર્મ માત્ર આજ માટે પ્રાસંગિક નથી, પરંતુ તે ભવિષ્ય માટે તૈયાર છે. તે અદાણી ઇલેક્ટ્રિસિટીના ગ્રાહકોના હિતમાં એનાલિટિક્સ-આધારિત દેખરેખ અને જાળવણી પ્રથાઓ માટે એક ઇકોસિસ્ટમ બનાવશે. 

સિસ્ટમ અદાણી ઇલેક્ટ્રિસિટીને 31.5 લાખ મુંબઈકરોને અદ્યતન પરિસ્થિતિજન્ય જાગરૂકતા અને નેટવર્કમાં ઘટનાઓ માટે ઝડપી પ્રતિસાદ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને વધારવા માટે સક્ષમ બનાવશે.   

ઈનોવેશન સાથે આગેકૂચ 

અદાણી ઈલેક્ટ્રિસિટી ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે અવિરત કામ કરે છે. અદાણી એનઓસીનું ઉદ્ઘાટન પ્રકાશમય, વધુ સશક્ત મુંબઈની ખાતરી રાખવા માટે પરિવર્તનકારી પ્રવાસની હજુ તો શરૂઆત છે.