• રવિવાર, 14 એપ્રિલ, 2024

ગોખલે પુલની ટ્રાફિક સમસ્યા

ગોખલે પુલ ત્રણ દિવસથી શરૂ થયો છે ત્યારે વાહન ચાલકોને નવા પુલ પર હવે ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. સવારે અને સાંજના સમયે `ગોખલે પુલ ટાળો' એવી સલાહ ગૂગલ પરથી આપવામાં આવતી હોવાથી વાહન ચાલકોને ત્રાસ ઓછો થવાને બદલે વધારો થયાનો અનુભવ થાય છે.

અંધેરીના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડનારો ગોખલે પુલ કેટલાક દિવસો પહેલાં અડધો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પુલ પર પહેલી દુર્ઘટના 2018માં થઈ હતી. પછી જૂનો પુલ બંધ કરીને, તે પાડીને અને નવો બાંધેલો અડધો પુલ ખુલ્લો કરવામાં મુંબઈ મહાનગરપાલિકાને કુલ વર્ષ લાગ્યા છે. હવે બાકી રહેલો અડધો પુલ ક્યારે ખુલ્લો થશે પ્રશ્ન હોવા છતાં નવા પુલે એક નવી પોલ ખોલી છે.

અગાઉનો ગોખલે પુલ સમાંતર જતાં બર્ફીવાલા ફ્લાય અૉવરથી જોડાયેલો હતો. ફ્લાય અૉવર એસવી રોડ જેવા અતિશય ગિરદીના રસ્તા પરથી જતો હોવાથી ટ્રાફિક જામ કેટલાક પ્રમાણમાં ટળતો હતો. ટૂંકમાં, ગોખલે પુલ અને બર્ફીવાલા ફ્લાય અૉવર પરસ્પરથી જોડાયેલા હોવાથી કેટલાક પ્રમાણમાં ટ્રાફિક સરળ રહેતો હતો. હવે નવો બાંધેલો ગોખલે પુલ બર્ફીવાલા પુલ કરતાં લગભગ દોઢ મીટર ઊંચાઈ પરથી જાય છે.

રેલવે વિભાગની નવી નિયમાવલી અનુસાર મુંબઈ મહાપાલિકાએ જૂના પુલની ઊંચાઈ વધારીને નવો પુલ બાંધવો પડયો છે, પરંતુ આમ કરતાં બન્ને પુલ જોડવાની ખબરદારી લેવામાં આવી શકાઈ હોત પણ તે નહીં લેવામાં આવતાં ગોખલે પુલ શરૂ થયા છતાં હજારો વાહનચાલકોને રાહત નથી મળી. મુંબઈ મહાનગરપાલિકાની ``કાર્યક્ષમતા''ની પરાકાષ્ઠા નહીં તો બીજું શું કહેવાય?

રેલવે ખાતાની શરત સમજવા જેવી છે. હવે બન્ને પુલમાં પડેલું લગભગ દોઢ  મીટરનું અંતર ભરી કાઢવા માટે મુંબઈની નામાંકિત તંત્ર શિક્ષણ અને સંશોધન સંસ્થાની મદદ લેવામાં આવશે એમ સંભળાય છે. શું પહેલાં કરી શકાયું હોત? બર્ફીવાલા ફ્લાય અૉવરના મૂળ નકશા મહાપાલિકામાંથી ગાયબ થઈ ગયાનું પણ સંભળાય છે. 

ગોખલે પુલની એક બાજુ ચાલુ કરતાં મહાપાલિકા આયુક્તે ઊંચાઈનો ફરક ભૂલથી નથી થયો પણ રેલવેની નિયમાવલીને લીધે થયો હોવાનો ખુલાસો કર્યો છે. છતાં તેમાંથી નિર્માણ થનારી સમસ્યા પર ઉપાય શોધવાની તાત્કાલિક જરૂર મહાપાલિકાએ કેમ દાખવી નહીં? બસો કરોડ રૂપિયાના કામમાં બેદરકારીની સજા હવે કોણ અને કોને આપે પ્રશ્ન છે. જનતાના પૈસાનો બેફામ દુરુપયોગ નહીં તો શું છે?

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ