• રવિવાર, 14 એપ્રિલ, 2024

રિયલ એસ્ટેટ માટે `અચ્છે દિન'  

2023 ખરા અર્થમાં રિયલ એસ્ટેટનું વર્ષ હતું અને વર્ષો પછી પોતાની ચમક દાખવી છે. ચળકાટ ચાલુ વર્ષે પણ યથાવત્ છે. સતત રિયલ એસ્ટેટ કંપનીઓના નવા લૉન્ચના સમાચાર આવતા રહે છે. ગયા વર્ષે દેશી-વિદેશી રોકાણકારોએ આમાં ભારે મૂડી રોકી હતી, જેની અસર પણ જણાય છે. આંકડા બતાવી રહ્યા છે કે ગયા વર્ષે કુલ 5.1 અબજ ડૉલરનું રોકાણ ક્ષેત્રમાં થયું છે. આમાંથી બે અબજ ડૉલરથી વધુ રકમ જમીનની ખરીદીમાં રોકવામાં આવી હતી, એટલે વર્ષે તેમનાં બાંધકામ કાર્યો થશે. તેથી ભારે પ્રમાણમાં ક્ષેત્રમાં રોજગાર મળવાની આશા છે.

જે ગંભીરતાથી રોકાણકારો રિયલ એસ્ટેટમાં પૈસા રોકી રહ્યા છે તેનાથી જાણ થાય છે કે તેમનો વિશ્વાસ કાયમ છે. રિયલ એસ્ટેટમાં સરકારી પહેલ ઉપરાંત ટેક્નૉલૉજીનો વધતો ઉપયોગ, વિદેશી કરાર વગેરે રિયલ એસ્ટેટ ક્ષેત્રને મજબૂત બનાવી રહ્યા છે. નવી ટેક્નૉલૉજીના કારણે હવે `સ્માર્ટ હોમ' ઘણાં બની રહ્યાં છે. નવાં ઉપકરણોથી ઊંચાં ઊંચાં મકાન ઓછા સમયમાં તૈયાર થઈ રહ્યાં છે. એવાં ઘર બનાવવાનું પણ સંભવ થઈ ગયું છે જ્યાં ઊર્જાનો વપરાશ ઓછો છે અને ગ્રાહકોને પસંદ પણ આવે છે. 2024 ભારતીય રિયલ એસ્ટેટ માટે એક ઉત્સાહપૂર્ણ વર્ષ હશે અને પાછલા વર્ષની સરખામણીમાં 10થી 15 ટકા સુધીનો વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રમાં અૉફિસ સ્પેસની જે માગ કોવિડના કારણે ઘટી ગઈ હતી તે હવે ઝડપથી વધી રહી છે તથા હજી વધવાની પણ આશા છે. તેની સાથે મૉલ તથા શૉપિંગ કોમ્પ્લેક્સોની માગ પણ વધશે. આવનારા સમયમાં કમર્શિયલ રિયલ એસ્ટેટને પણ વધુ પ્રોત્સાહન મળશે. -કૉમર્સ તથા લોજિસ્ટિકમાં પણ હિલચાલ ઝડપી બની હોવાથી વેર હાઉસિંગમાં પણ તેજી આવશે. બેંગલોર, ચેન્નઈ, પુણે, દિલ્હી, એનસીઆર, કોલકાતા, મુંબઈ એવાં શહેરો છે જ્યાં કમર્શિયલ સ્પેસની માગ વધી છે અને 2024માં પણ વધતી રહેશે.

2024 ચૂંટણી વર્ષ છે. આમ છતાં આશા છે કે અર્થતંત્ર ટકા પણ વધુ વેગથી વધશે. વિશ્વાસથી રિયલ એસ્ટેટને ગતિ મળે છે. તેજીથી શહેરીકરણના પગલે નવી પેઢી હવે રિયલ એસ્ટેટમાં રસ લઈ રહી છે. આનાથી સંભાવના દેખાઈ રહી છે કે 2024 પછી પણ રિયલ એસ્ટેટ સેકટરમાં તેજી રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે 2025માં રિયલ એસ્ટેટનો વ્યાપ 650 અબજ ડૉલરનો હશે, જે દેશના વિકાસમાં સહાયરૂપ થશે. દેશના કુલ જીડીપીમાં રિયલ એસ્ટેટનો 7.3 ટકાનો હિસ્સો છે અને રેલવે પછી બીજો સૌથી મોટો રોજગાર પ્રદાતા છે. આનાથી સરકારને ટૅકસના રૂપમાં ખૂબ મોટી રકમ મળે છે. લોખંડ, સિમેન્ટ, ફર્નિશિંગનો સામાન, વીજળીનો સામાન, સેનિટરી ગુડ્સ વગેરે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ