• રવિવાર, 14 એપ્રિલ, 2024

ન્યાયતંત્રની છબિ સાથે રમત   

દેશના જાણીતા 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડને પત્ર લખ્યો છે, જેમાં વરિષ્ઠ ધારાશાત્રી હરીશ સાલ્વેથી લઈ બાર કાઉન્સિલ અૉફ ઇન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાનો પણ સમાવેશ થાય છે. વકીલોએ પત્રમાં ન્યાયપાલિકાની અખંડિતતા ભયમાં હોવાના મુદ્દે ચિંતા જાહેર કરી છે. વકીલોનું કહેવું છે કે કેટલાક ખાસ સમૂહો ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પોતાના રાજકીય ઍજન્ડા સાથે પાયાવિહોણા આરોપો મૂકી ન્યાયતંત્રની છબિ સાથે રમત રમવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા રાજકીય ચહેરા સાથે સંકળાયેલા કેસોમાં બાબતનો ઉપયોગ થઈ રહ્યાનું સ્પષ્ટ જણાય છે. આવા કેસમાં કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરવાના તેમ ન્યાયતંત્રને બદનામ કરવાના પ્રયાસો સ્પષ્ટ જોવા મળે છે.  

ચૂંટણીની જાહેરાત થતાં દેશમાં વિભિન્ન શક્તિશાળી સમૂહોનું સક્રિય થવું જેટલું સ્વાભાવિક છે, એટલી બાબત વિચારવા યોગ્ય પણ છે. સંદર્ભમાં, દેશના 500થી વધુ વકીલો દ્વારા લખવામાં આવેલો પત્ર ન્યાયિક બિરાદરીમાં જે પ્રકારની સક્રિયતા જોવામાં આવી છે, તેણે સહજ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એકંદરે પત્ર દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવાનો પ્રયાસ છે કે, કોઈના દબાણમાં ચુકાદા આપે. નોંધનીય છે કે હાલમાં કેટલાક નેતાઓ આરોપીના કઠેડામાં ઊભા છે અને તેઓને બચાવવા માટે વકીલોનું એક જૂથ સક્રિય છે, આપણા ન્યાયતંત્રનો સ્વાભાવિક હિસ્સો છે.  

વકીલોના પહેલા જૂથની વિરુદ્ધ વકીલોનું બીજું જૂથ પણ સક્રિય બન્યું છે; તો વકીલોના પ્રથમ જૂથના સમૂહનો જવાબ આવી ચૂક્યો છે. વકીલોની વચ્ચે પરસ્પર આરોપ-પ્રત્યારોપ પણ ગંભીર અને દુ:ખદ છે, તેમાં પડતા આપણે જોવું જોઈએ કે શું ખરેખર કેટલાક વકીલો મળીને ન્યાયને પ્રભાવિત કરી શકે છે? આપણા ન્યાયતંત્રમાં તથ્ય નવું નથી કે, પ્રખ્યાત લોકોના કેસ લડવા માટે મોટા ભાગે જાણીતા અને અગ્રણી વકીલોને રોકવામાં આવે છે. ન્યાયમૂર્તિઓએ પ્રખ્યાત વકીલો કે વગદાર આરોપીઓ સાથે સમાન રૂપથી વ્યવહાર કરવો જોઈએ અને આપણા જજીસ જાણે છે. આમ છતાં ક્યાંક ફરિયાદને અવકાશ રહે છે અને કેટલાક વકીલોને મળીને આવો પત્ર લખવાની જરૂર પડે છે.  

આવા પત્રોની ટીકા કરી શકાય, પરંતુ આવા પત્ર વિશેષ રૂપથી ન્યાયમૂર્તિથી વધુ સજાગતા અને સંવેદનાની માગ કરે છે. લોકતંત્રમાં કોઈપણ દિશાથી કોઈ માગ ઊઠવી ખોટું નથી, પણ આવી માગની પૂર્તિ બંધારણના સુસ્થાપિત દાયરામાં હોવી જોઈએ અને મોટા ભાગે હોય છે. સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ ઉલ્લેખનીય છે, તેમણે એક રીતે વકીલોના પત્રની અનુકૂળ ટિપ્પણ કરી છે અને ત્યાં સુધી કહી દીધું છે કે ડરાવવું, ધમકાવવું કૉંગ્રેસની જૂની સંસ્કૃતિ છે.  

ચૂંટણી મોસમમાં એવો મુદ્દો છે, જેના પર આગામી દિવસોમાં ચર્ચા ચાલુ રહી શકે છે. મામલો ખરેખર ગંભીર છે. ધ્યાનમાં રહે, વકીલોના પત્રમાં મૅચ ફિક્સિંગના મનફાવે સિદ્ધાંત વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.  દેશમાં કોઈપણ બંધારણીય સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ