• રવિવાર, 14 એપ્રિલ, 2024

રાહુલ ગાંધી કહેવા શું માગે છે?

લોકસભા ચૂંટણી પૂર્વે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસનો પડયા પર  પાટું જેવો ઘાટ થયો છે. કૉંગ્રેસનાં પાછલાં વર્ષોનાં ટૅક્સ રિટર્ન્સમાં વિસંગતિઓ બદલ ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે પક્ષને 1823.08 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આથી પહેલેથી નાણાભીડનો સામનો કરી રહેલી કૉંગ્રેસને મોટો ફટકો પડયો છે, એમ કહી શકાય. પક્ષને નોટિસ દિલ્હી હાઈ કોર્ટે ટૅક્સ નોટિસને પડકારતી અરજી નકારાયાના એક દિવસ પછી મોકલાઈ છે. નવી નોટિસ નાણાકીય વર્ષ 2017-18થી 2020-21 માટે , જેમાં દંડ અને વ્યાજ પણ સામેલ છે.

નોટિસના પગલે કૉંગ્રેસે ભાજપ સામે ફરી એકવાર આક્ષેપ કર્યો છે કે તે લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસને નાણાકીય દૃષ્ટિએ ખતમ કરી દેવા માટે `ટૅક્સ ટેરરિઝમ'નો સહારો લેવાયો છે. ઈન્કમ ટૅક્સ અૉથેરિટીએ વર્ષે ફેબ્રુઆરીમાં 210 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારતાં અને કૉંગ્રેસનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરી દીધા હોવાથી પક્ષ પહેલેથી નાણાભીડમાં છે. 

કૉંગ્રેસે ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ અને ન્યાયતંત્ર સામે આક્ષેપો કરવાને બદલે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને પોતાની કર જવાબદારી પૂરી કરવી જોઈએ. કૉંગ્રેસ પક્ષનો પરિવાર માને છે કે તેને નિયમોમાંથી મુક્તિ મળવી જોઈએ અને તેમના માટે વિશેષ કાયદા લાગુ કરવા જોઈએ. ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ડાબેરી પક્ષને પણ નોટિસ ફટકારી છે. જેમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ટૅક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવા બદલ રૂા. 11 કરોડનાં `લેણાં' ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને ચૂકવવાનાં `લેણાં'માં પક્ષ દ્વારા જૂના પાન કાર્ડના ઉપયોગમાં વિસંગતિઓ માટે સત્તાવાળાઓને દંડ અને વ્યાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન છે કે, ટૅક્સ સંબંધી નિયમોનું પાલન કરવાનું તથા સમયસર પગલાં લેવાનું કૉંગ્રેસને યોગ્ય કેમ લાગ્યું? કૉંગ્રેસનો આક્ષેપ છે કે મોદી સરકાર ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરીને અને તેનાં ખાતાં ફ્રીઝ કરી લોકસભાની ચૂંટણી ટાંકણે આર્થિક રીતે અક્ષમ બનાવી રહી છે. જોકે, ઈન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ટૅક્સ સંબંધી જે વિસંગતિઓનો ઉલ્લેખ કર્યો છે, તે સાવ પાયાવિહોણો છે, સાબિત કરવાની તસ્દી તેમણે લીધી નથી.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચેતવણી આપી છે કે સરકાર બદલાશે ત્યારે દાખલો બેસે એવાં પગલાં લેવામાં આવશે જેથી ફરી આવું કરવાની કોઈ હિંમત કરે. તેમણે કહ્યું છે કે, જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને નુકસાન પહોંચાડનારાઓ સામે નક્કર પગલાં લેવામાં આવશે. ટૅક્સ સંબંધી નિયમોનો ઉલ્લંઘન કરનારા કોઈ રાજકીય પક્ષને ઈન્કમ ટૅક્સની નોટિસ મળવાથી લોકતંત્ર કેવી રીતે જોખમમાં આવી પડે? ધમકી આપીને રાહુલ ગાંધી શું સાબિત કરવા ઈચ્છે છે? આનો અર્થ નથી થતો કે તેઓ સત્તામાં આવ્યા તો સરકારી એજન્સીઓનો એવો દુરુપયોગ કરશે, જે રીતે દુરુપયોગનો આક્ષેપ તેઓ મોદી સરકાર પર કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ