નો અૉપન સ્પેસ મેદાનોને લગતી પૉલિસી અંગે વિવાદોમાં ઘેરાયેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે સ્પષ્ટ કર્યું છે કે મુંબઈનાં 364 ગાર્ડનને સામેલ નથી કરવામાં આવ્યાં. આ પૉલિસીમાં ફક્ત મનોરંજનનાં મેદાન અને રમતનાં મેદાનોને સામેલ કરવામાં આવ્યાં છે. જે સ્થળો સંપૂર્ણ ક્ષમતાથી વિકસિત નથી કરવામાં આવ્યાં. તે ખાનગી સંસ્થાઓને દત્તક લેવા માટે આપવામાં આવશે.
આ માહિતી ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઉપાયુક્ત કિશોર ગાંધીએ આપી છે. એમણે કહ્યું છે કે, પાલિકા પાસે કુલ 1109 અૉપન સ્પેસ છે, આમાંથી ફક્ત રમતનાં મેદાન અને મનોરંજન મેદાન - સંપૂર્ણ રીતે વિકસિત નથી તે સ્થળો જ `દત્તક' આપવામાં આવશે. આમ છતાં સમાજસેવકો અને મુંબઈગરાઓએ શંકા વ્યક્ત કરી છે કે પાલિકા નવી અૉપન સ્પેસ પૉલિસીના અંતર્ગત અનેક ખુલ્લી જગ્યાઓ જેના પર મનોરંજન મેદાન અને ગાર્ડનનું બેવડું અનામત છે, તેને પણ પ્રાઈવેટ સંસ્થાઓને દત્તક આપી દેશે.
પાલિકાની પૉલિસીને લઈ વધતા વિવાદના ઉકેલ માટે પરાંના પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાના નેતૃત્વમાં પાલિકા મુખ્યાલયમાં બેઠક મળી હતી. બેઠકમાં સામાજિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ અને એનજીઓએ સવાલ કર્યા હતા કે નવી પૉલિસીમાં શું છે અને આ પૉલિસીની આવશ્યક્તા શું છે? મંગલપ્રભાત લોઢાએ અૉપન સ્પેસ પૉલિસી શેર કરો -