• સોમવાર, 04 માર્ચ, 2024

ચૂંટણીજંગ મોદી વિ. રાહુલ રચાય એવી રણનીતિ   

રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં બન્ને ગૃહોમાં હુમલો ફક્ત કૉંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર સુધી સીમિત રાખ્યો. ભ્રષ્ટાચાર હોય કે પ્રદેશવાદ, વડા પ્રધાને એકવાર પણ કૉંગ્રેસના સહયોગી પક્ષોનું નામ સુધ્ધાં લીધું નહીં! આનાથી ઊલટું પ્રાદેશિક પક્ષોના નેતાઓનાં ચર્ચિત નિવેદનોનો પણ કૉંગ્રેસ પર હુમલો કરવામાં ઉપયોગ કર્યો છે.

જનતા દળ (યુ) અલગ પડયા પછી અને તૃણમૂલ કૉંગ્રેસે- રાહુલ ગાંધીને પડકાર્યા પછી ઇન્ડિયા ગઠબંધન નબળું દેખાઈ રહ્યું છે, કૉંગ્રેસનું ગઠબંધન સામાજિક ન્યાય અને ખાસ રીતે અનામત, જાતિગત જનગણનાના સવાલ પર ભાજપને ઘેરવા માગે છે. અલબત્ત, સામાજિક ન્યાયના રાજકારણમાં કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે તેથી ભાજપ અને વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસની નબળાઈઓ ગણાવી તેના ભાગીદાર પક્ષોને સાવધાન કર્યા છે. કૉંગ્રેસના કારણે અન્ય પ્રાદેશિક પક્ષોને ગેરલાભ થવાની શક્યતા સમજાવી છે.

ભાજપ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે સીધો મુકાબલો થાય તો રાહુલ ગાંધી માટે ગંભીર કસોટી હશે.

બે લોકસભાની છેલ્લી બન્ને ચૂંટણીમાં બેહદ ખરાબ પ્રદર્શન છતાં રાષ્ટ્રીય સ્તર પર હજી પણ કૉંગ્રેસ ભાજપનો મુકાબલો કરી શકે છે. દેશનાં 15 એવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં બન્ને વચ્ચે સીધો મુકાબલો થતો આવ્યો છે. રાજ્યોની 190 બેઠકો પર બન્ને પક્ષો વચ્ચે સીધો મુકાબલો થયો હતો જેમાં ભાજપ 175 બેઠકો જીતવામાં સફળ થઈ હતી. વેળા પણ રાજ્યોમાં ભાજપ સામે કૉંગ્રેસ રહેશે પહેલા પણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસનો પરાભવ થયો છે.

બન્ને ગૃહોમાં પીએમએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર, પ્રાંતવાદ અને વિકાસ નહીં થવા પર કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અનેક પ્રાદેશિક પક્ષોમાં પણ પરિવારવાદ, ભ્રષ્ટાચાર છે. એટલે સવાલ થાય છે કે વડા પ્રધાને ભાષણ કૉંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર સુધી શા માટે સીમિત રાખ્યું? પણ ત્યારે જ્યારે ખુદ વડા પ્રધાને લોકસભામાં કહ્યું છે કે ચૂંટણી પહેલાં કૉંગ્રેસની દુકાનમાં તાળું લાગી ગયું છે. વડા પ્રધાને કૉંગ્રેસ પ્રેક્ષક ગૅલરીમાં હશે એવી ભવિષ્યવાણી કરી છે.

વાસ્તવમાં ભાજપના પૂરા પ્રયાસો લોકસભા ચૂંટણીને મોદી વિરુદ્ધ રાહુલની વચ્ચે જંગનું રૂપ આપવા માટે છે. ભાજપ નથી ઈચ્છતી કે પ્રાદેશિક પક્ષો અને તેના નેતાઓ પર વડા પ્રધાનના હુમલાના કારણે ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે પ્રાદેશિક મુદ્દા પ્રભાવી બને.