• રવિવાર, 14 એપ્રિલ, 2024

યુએસ કૉન્સ્યુલેટ જનરલ અને મુંબઈ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ   

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : છેલ્લા દસકામાં યુક્રેન યુદ્ધ જેવા અમુક મતભેદો હોવા છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે વ્યૂહાત્મક અને પરિણામલક્ષી સંબંધો વિકસ્યા છે. બંને દેશોએ સંરક્ષણ, શિક્ષણ, આબોહવા પરિવર્તન, આરોગ્ય સંભાળ, એઆઇ ટેક્નૉલૉજીનો ઉપયોગ, ડીપ ફેક ટેક્નૉલૉજીની સમસ્યા અને નિવારણ, આર્થિક સ્થિરતા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહિયારા પ્રયાસો કર્યા છે. સંબંધને વધુ એક ડગલું આગળ લઈ જવા અને ભારતની યુવા પ્રતિભાને પ્રોત્સાહિત કરવા મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસના કૉન્વોકેશન હૉલમાં યુએસ કૉન્સ્યુલેટ જનરલ અને મુંબઈ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. 

યુએસ કૉન્સ્યુલેટ જનરલ અને અમેરિકન રાજકીય સલાહકાર એલિઝાબેથ એલન, યુએસ ડેલિગેટ્સ બ્રેન્ડા સોયા અને અંગ્રેજી દૈનિક ઇન્ડિયન એક્સ્પ્રેસના શુભાજિત રોયે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ એઆઇ ટેક્નૉલૉજી આધારિત કન્ટેન્ટ, ડીપ ફેક ટેક્નૉલૉજી, ક્લાઇમેટ ચેન્જ, વિશ્વભરમાં ફૂડ શોર્ટેજની સમસ્યા અને નિવારણ, અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અને વિદ્યાર્થીઓની સલામતી, ઇમિગ્રેશન પૉલિસી જેવા વિષયો પર સવાલો પૂછ્યા હતા. કાર્યક્રમમાં યુવાપેઢીના સહકારથી ઇન્ડિયા-યુએસ પાર્ટનરશિપને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ