• રવિવાર, 14 એપ્રિલ, 2024

હિમાચલમાં કૉંગ્રેસ સરકાર પરથી ઘાત હજુ ટળી નથી  

વિદ્રોહી ધારાસભ્યને મળી વિક્રમાદિત્ય દિલ્હીમાં

શિમલા, તા.1 : હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારમાં (હાલ) સબ સલામતના દાવા વચ્ચે મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખૂ સામે પડેલું વિદ્રોહી જૂથ હજુય સક્રિય હોવાનું સામે આવ્યું છે.

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ તરફી ક્રોસ વોટિંગ કર્યા બાદ વિદ્રોહીઓ એક થયા છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહના પુત્ર અને વર્તમાન પ્રધાન વિક્રમાદિત્ય સિંહ ગુરુવારે રાત્રે અચાનક બાગીઓને મળવા દોડી જતાં ચકચાર મચી છે. વિક્રમાદિત્યએ ક્રોસ વોટિંગ કર્યુ હતું પરંતુ તેમણે ચૂંટણીના દિવસે મુખ્ય પ્રધાન વિરુદ્ધ મોરચો માંડી પોતાના પિતાની સ્મૃતિઓનો અનાદર કરાયાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રો અનુસાર વિક્રમાદિત્ય કોંગ્રેસના અયોગ્ય ઠેરવવામાં આવેલા ધારાસભ્યને મળ્યા છે અને તેઓ બે દિવસની દિલ્હીની મુલાકાતે છે જયાં તેઓ એક કેન્દ્રિય પ્રધાનને મળી શકે છે. રવિવારે શિમલા પરત ફર્યા બાદ તેઓ ફરી એકવાર વિદ્રોહીઓને મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ