• શનિવાર, 13 એપ્રિલ, 2024

રાજકીય પાર્ટીઓ ધર્મ-જાતિના આધારે મત ન માગે  

ચૂંટણી પંચની ચેતવણી

આચારસંહિતા ભંગમાં આકરાં પગલાં લેવાશે

નવી દિલ્હી, તા. 1 : લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે આજે રાજકીય પક્ષો અને તેના નેતાઓને જાતિ, ધર્મ અને ભાષાના આધારે મત માગવાની અપીલ કરવાથી દૂર રહેવા તેમજ ભગવાન-ભક્તના સંબંધનું અપમાન કરવા કે ધાર્મિક દોષારોપ બાબતે નિંદા કે અણગમો વ્યક્ત કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.

મંદિર, મસ્જિદ, ચર્ચા, ગુરુદ્વારા અથવા અન્ય ધર્મસ્થળનો મત મેળવવા અથવા ચૂંટણીઓને લગતા કામ માટે ઉપયોગ નહીં કરવા અંગે ચૂંટણી પંચે પક્ષોને માર્ગદર્શિકામાં કહ્યું હતું તથા ઉમેદવારો અને પ્રચારકોને ખાસ ચેતવણી આપી હતી કે, જો આચારસંહિતાનો ભંગ થશે તો તેમના વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે. આચારસંહિતા ભંગ થાય એમની નૈતિક ફરજ છે. ચૂંટણી પંચે આવી માર્ગદર્શિકા ભૂતકાળમાં પણ જારી કરી છે પણ માર્ગદર્શિકા ચૂંટણી પહેલાં જાહેર થઇ છે જેમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણીના પ્રચારકો અથવા ઉમેદવારો એકવારની તાકિદ બાદ પણ જો નિયમનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

મહિનામાં લોકસભા અને ચાર રાજ્યમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે અને લાગુ થતી આચારસંહિતા પહેલાં માર્ગદર્શિકા આવી છે.ચૂંટણી પંચના કમિશનર રાજીવકુમારે અગાઉ વાત પર ભાર મૂક્યો હતો કે, પક્ષોએ વિભાજિત કરવાની જગ્યાએ લાગણી પ્રસરે, વ્યક્તિગત આક્રમણની જગ્યાએ વિચાર જગાવે તેવા પ્રવચન કરવા જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ