• રવિવાર, 14 એપ્રિલ, 2024

જીડીપીના આંકડાના પગલે શૅરબજાર ઊછળ્યાં  

મુંબઈ, તા. 1 : સ્થાનિક સૂચકાંકો નિફટી-50 અને સેન્સેક્ષ શુક્રવારે નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા હતા. ડિસેમ્બર, 2023માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં ઝડપી 8.5 ટકાનો વિકાસદર નોંધાવાથી અને અપેક્ષા મુજબ યુએસનો ફુગાવો આવતા રોકાણકારો આજે ભારે ખરીદી કરવા પ્રેરાયા હતા. નિફટી-50 356 પૉઈન્ટ્સ (1.6 ટકા) વધી 22,339ના સ્તરે અને સેન્સેક્ષ 1245 પૉઈન્ટ્સ (1.72 ટકા) વધીને 73,745ના નવા વિક્રમી સ્તરે બંધ આવ્યા હતા.

દરમિયાન, તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કૅપમાં રૂા. 4.16 લાખ કરોડનો વધારો થતાં તે કુલ રૂા. 392.11 લાખ કરોડની થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ