• રવિવાર, 14 એપ્રિલ, 2024

મોદી-બિલ ગેટ્સ વચ્ચે `અદ્ભુત મુલાકાત'  

માઈક્રોસોફટના સહ સંસ્થાપક ભારત યાત્રાએ

નવી દિલ્હી, તા.1 : માઈક્રોસોફટના સહ સંસ્થાપક અને સમાજ સેવક બિલ ગેટ્સ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથેની મુલાકાતને મોદીએ `ખરેખર એક અદ્ભુત મુલાકાત' ગણાવી હતી. બેઠકમાં બંન્ને મહાનુભાવ વચ્ચે જળવાયુ પરિવર્તન સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. બિલ ગેટ્સે સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટમાં લખ્યું કે હંમેશા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવું પ્રેરણાદાયી હોય છે અને ચર્ચા માટે ઘણું બધું હતું. અમે જનતાની ભલાઈ માટે એઆઈનો ઉપયોગ, ડીપીઆઈ, મહિલા આધારિત વિકાસ, કૃષિ, સ્વાસ્થ્ય અને જળવાયુ અનુકૂળન માટે નવાચાર અને દુનિયા ભારત પાસેથી કેવી રીતે શીખી શકે છે, દરેક મુદ્દે ચર્ચા કરી.

વડા પ્રધાન મોદીએ જવાબમાં પોસ્ટ કર્યું કે ખરેખર એક અદભુત મુલાકાત ! ક્ષેત્રો પર ચર્ચા કરવામાં હંમેશા ખુશી થાય છે જે આપણાં ગ્રહને વધુ સારો બનાવશે અને દુનિયાભરમાં લાખો લોકોને સશક્ત બનાવશે. બિલ ગેટ્સ ભારત યાત્રા દરમિયાન વિદેશ પ્રધાન એસ.જયશંકરને મળ્યા અને બંન્નેએ એકબીજાને પુસ્તકની ભેટ આપી હતી. સિવાય તેઓ સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા. તેઓ ઓરિસ્સાની રાજધાની ભુવનસ્વર ગયા હતા અને બાદમાં દિલ્હી આવ્યા હતા. નાગપુરમાં તેઓ પ્રખ્યાત ડોલી ચાવાળા-સુનીલ પાટીલને મળ્યા હતા જેનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ