• બુધવાર, 22 મે, 2024

સત્યેન્દ્ર જૈન આઈસીયુમાં  

નવી દિલ્હી, તા. 25 : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબીયત વધારે બગડી છે. હવે  તેઓને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાંથી એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાં અત્યારે આઈસીયુ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. તિહાડ જેલ પ્રશાસન મુજબ બુધવારે સવારે છ વાગ્યા આસપાસ જૈન જેલના બાથરૂમમાં પડી ગયા હતા. બાદમાં સામાન્ય કમજોરીના કારણે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન જૈને શરીરમાં દુ:ખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક