• રવિવાર, 14 એપ્રિલ, 2024

અમેરિકામાં અબ કી બાર 400 પારના નારા : શીખોની મોદીનાં સમર્થનમાં રૅલી  

નવી દિલ્હી, તા. 1 : ભારતમાં લોકસભા ચૂંટણીને લઈને વધી રહેલાં રાજકીય ગરમાવાની અસર હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં શીખ સમુદાય દ્વારા ભાજપના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આયોજનમાં સામેલ ગાડીઓ પણ ભાજપના 400 પારના નારાને સમર્થન આપતી જોવા મળી હતી. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જારી કરી દેવામાં આવ્યો છે અને પરિણામ ચાર જૂનના રોજ આવવાનું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ