• રવિવાર, 14 એપ્રિલ, 2024

ચીનનો વધુ એક કાકરીચાળો : અરુણાચલનાં 30 સ્થળોનાં નવાં નામ જારી કર્યાં  

અરુણાચલ ભારતનું અભિન્ન અંગ; વાસ્તવિકતા નહિ બદલાશે 

નવી દિલ્હી, તા.1 : અરુણાચલ પ્રદેશ ઉપર છાસવારે દાવો કરનારા ચીને વધુ એકવાર કાકરીચાળો કર્યો છે. ચીને ભારતનાં રાજ્યનાં વિભિન્ન સ્થાનો માટે 30 નવા નામોની એક યાદી જારી કરી નાખી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનાં સ્થળોનાં નામ બદલી નાખવાની હરકતને ભારત સામી છાતીએ ખારિજ કરે છે. ભારતનું કહેવું છે કે, રાજ્ય ભારતનું અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામો રાખી દેવાથી વાસ્તવિકતામાં કંઈ ફર્ક પડવાનો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ