• રવિવાર, 14 એપ્રિલ, 2024

`ઉમેદવાર હટાવો, ભાજપ બચાવો'ના નારા સાથે સાબરકાંઠામાં ભાજપના કાર્યકરોનો વિરોધ    

મોદીને લખાયા 2000થી વધુ પોસ્ટકાર્ડ 

અમદાવાદ, તા. 2 : સાબરકાંઠામાં ઉમેદવાર જાહેર થયા ત્યારથી શોભનાબેન બારૈયા સામે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ વધી રહ્યો છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉમેદવાર બદલવા માગ કરવામાં આવી હતી. સાથોસાથ 2000થી વધુ પોસ્ટ કાર્ડ લખીને નરેન્દ્ર મોદી સુધી ફરિયાદ કરવાની કાર્યકર્તાએ વાત કરી હતી. કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલવાની કાર્યકરો માગ કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ