• રવિવાર, 14 એપ્રિલ, 2024

અમદાવાદના રસ્તા પર એક હજારથી વધુ ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમાસિંહ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયોએ રસ્તા પર ઊતરી શક્તિપ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિયો પુરષોત્તમાસિંહ રૂપાલાની ટિકિટ રદ કરવા માગણી કરી રહ્યા છે. આજે સવારથી અમદાવાદમાં ક્ષત્રિયો રૂપાલા હટાવો, દેશ બચાવો...નાં સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઊતર્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરી પર સવારે ક્ષત્રિય સમાજનાં વિવિધ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. રૂપાલાને હટાવવાની ઉગ્ર માગ કરવા સાથે ક્ષત્રિય મહિલાઓએ જૌહર કરવાની તૈયારી બતાવી હતી. ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનને જોતાં સવારથી અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ