• શનિવાર, 13 એપ્રિલ, 2024

વીવીપેટનાં તમામ મતપત્રની ગણતરીની માગ  

ચૂંટણી પંચ અને સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી, તા. 2 : ચૂંટણીમાં ઈવીએમ સાથે જોડવામાં આવેલા વીવીપેટ એટલે કે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલમાંથી મતદારને દેખાતી તેમનાં મતની ચબરખીની પણ ગણતરી કરવાની માગણી કરતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે આજે સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી છે અને આનાં માટે બન્ને પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રેન્ડમ પદ્ધતિથી પાંચ ઈવીએમ પસંદ કરવાને બદલે તમામ વીવીપેટનાં મતપત્રોની ગણતરી થવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ