• શુક્રવાર, 29 માર્ચ, 2024

ભારત રશિયાના હુમલા રોકાવે : યુક્રેનની અપીલ 

નવી દિલ્હી, તા. 25 : રશિયાના આક્રમક વલણનો સામનો કરી રહેલા યુક્રેનને હવે ભારત પાસેથી મદદથી આશા છે. અહેવાલ છે કે જી7 શિખર સંમેલનમાં યુક્રેનના પ્રમુખ વ્લોડિમીર ઝેલેંસ્કીએ વડા પ્રધાન મોદી સમક્ષ રશિયાના હુમલા ખતમ કરવા મદદની અપીલ કરી છે. 21મેના રોજ બન્ને નેતાઓ વચ્ચે જાપાનના હિરોશિમા શહેરમાં મુલાકાત થઈ હતી. 

અહેવાલ છે કે ઝેલેંસ્કીએ મોદી સામે કોઈપણ માગ રાખી નથી પણ શાંતિ સ્થાપિત કરવામાં સમર્થન માગ્યું છે. જેમાં મોદી સમક્ષ શાંતિ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. ઝેલેંસ્કીને લાગે છે કે દુનિયાના ઘણા દેશ સૌથી મોટા લોકતંત્ર પાસે આશા રાખી રહ્યા છે. જો કે ભારત સરકારે આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી અને યુક્રેન દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. મોદીએ જી7 સંમેલનના બીજા દિવસે યુક્રેન અને રશિયાના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો.