રાજ્ય સ્તરે ગઠબંધનનાં ઘટકદળો વચ્ચે બેઠક વહેંચણીની થશે ચર્ચા: મુશ્કેલી પડે ત્યાં કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢવા કરશે પ્રયાસ
નવી દિલ્હી, તા.15: વિપક્ષનું મહાગઠબંધન ઈન્ડિયા હવે લોકસભા ઉપરાંત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ યુતિની શક્યતાઓ તપાસી રહ્યું છે. જેનાં ભાગરૂપે ગઠબંધનનાં ઘટક પક્ષો રાજ્ય સ્તરે બેઠકોની વહેંચણી ઉપર ચર્ચા પણ કરશે. ગઠબંધન સમન્વય સમિતિની બેઠક બાદ કોંગ્રેસ મહામંત્રી કે.સી.વેણુગોપાલે કહ્યું હતું કે, ઓક્ટોબરનાં પહેલા અઠવાડિયામાં મોંઘવારી, બેરોજગારી અને ભાજપ સરકારનાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભોપાલમાં સંયુક્ત સભા યોજાશે.
કોંગ્રેસનાં નેતા ગુરદીપસિંહ સપ્પલે કહ્યું હતું કે, ઈન્ડિયાનાં પક્ષોનાં પ્રદેશ એકમો ટૂંકસમયમાં જ બેઠક વહેંચણી વિશે ચર્ચા શરૂ કરશે. આની સાથે રાજ્ય સ્તરે ગઠબંધનની સંભાવનાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. સીપીઆઈ નેતા ડી.રાજાએ પણ કહ્યું હતું કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ ગઠબંધનનાં ઘટકપક્ષો સાથે ચૂંટણી લડી શકે છે. અન્ય રાજ્યોમાં પણ તેની સંભાવના નકારાતી નથી.
કોઈ રાજ્યમાં બેઠક વિભાજનમાં મુશ્કેલી પડે તો એ મુદ્દાઓને પોતપોતાનાં કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે. સંબંધિત પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ તેનાં ઉપર ચર્ચા કરીને વિવાદ ઉકેલવાનાં પ્રયાસ કરશે. સપાનાં સાંસદ જાવેદ