• બુધવાર, 17 એપ્રિલ, 2024

સનાતન ધર્મનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં

ઉદયનિધિ, રાજા સામે એફઆઈઆરની માગ : સીતારામનના પ્રહાર : વિપક્ષો ભારત, સનાતન વિરોધી

નવી દિલ્હી, તા. 15 : સનાતન ધર્મ પર વિવાદ વકરતો જઈને હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સનાતન વિરોધી નિવેદનો કરનાર ઉદયનિધિ સ્ટાલિન અને . રાજા વિરુદ્ધ ટોચની અદાલતમાં અરજી કરતાં બન્ને નેતા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરાઈ છે.

બીજી તરફ, દેશનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે પ્રહાર કરતાં કહ્યું હતું કે, દ્રમુક અને વિપક્ષી જોડાણ ભારત, હિન્દુઓ અને સનાતન ધર્મની વિરુદ્ધ છે.કોંગ્રેસ પર સીધું નિશાન સાધતાં સીતારામને જણાવ્યું હતું કે, સૌથી જૂનો પક્ષ એવા સમૂહોનું સમર્થન કરે છે, જે ભારતને તોડવા માંગે છે.

દરમ્યાન, ચેન્નાઈના એક વકીલને સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજી કરત ઉદયનિધિ અને રાજા સામે ફરિયાદ નોંધવાની સમાંતરે નેતાઓ એલટીટીઈ સાથે સંબંધ ધરાવે છે કે કેમ તેની તપાસની માંગ કરી છે.ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી, તો . રાજાએ એચઆઈવી સાથે તુલના કરી નાખી હતી.

`સ્ટાલિન પુત્ર'નાં નિવેદનને બંધારણની મજાક લેખાવતાં નાણાં પ્રધાને કહ્યું હતું કે, આવું નિવેદન પ્રધાન તરીકે શપથનું ઉલ્લંઘન છે. દ્રમુક છેલ્લા 70 વર્ષથી આવી વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક