નવી દિલ્હી, તા. 17 : ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો માટે એક ખરાબ સમાચાર છે. આવનારા દિવસોમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પરનું વ્યાજ ઘટી શકે છે. આનાથી ખાનગી નોકરી કરનારાઓ માટે સામાજિક સુરક્ષાનો એકમાત્ર આધાર નબળો પડી શકે છે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
માહિતી અધિકારની અરજી (આરટીઆઈ)ને ટાંકીને અંગ્રેજી અખબારના હેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, ઇપીએફઓએ સરપ્લસનો અંદાજ લગાવ્યા પછી પણ નુકસાન ઉઠાવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે, ઇપીએફઓ પાસે 449.34 કરોડ રૂપિયાની સરપ્લસ હશે, તેને બદલે 197.72 કરોડ રૂપિયાની ખોટનો સામનો કરવો પડયો. આ ઘટનાક્રમ બાદ પીએફ પર આપવામાં આવતા વ્યાજદરો પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પીએફ પર જે વ્યાજ મળે છે તે પહેલેથી જ ઓછું છે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ પર વ્યાજદર 8.15 ટકા નક્કી કર્યો હતો. નાણાં મંત્રાલયનું માનવું છે કે, ઇપીએફ દ્વારા થતાં નુકસાનને ધ્યાનમાં રાખીને પીએફના વ્યાજદર પર પુનર્વિચાર કરવો જરૂરી છે. પીએફના ઊંચા વ્યાજદરો ઘટાડવાની અને તેને બજારદરની સમકક્ષ લાવવાની જરૂર છે એવું નાણાં મંત્રાલયનું વલણ છે.
જો કે, શેર કરો -