• બુધવાર, 17 એપ્રિલ, 2024

બ્રિટને છાત્રો માટેના વિઝાની ફી વધારી  

લંડન, તા. 17 : બ્રિટનની સરકારે ભારત સહિત દુનિયાભરના દેશોમાંથી આવતા છાત્રો માટે વિઝા ફીમાં વધારાની ઘોષણા કરી છે અને વૃદ્ધિ આગામી ચોથી ઓક્ટોબરથી પ્રભાવિત થશે. છાત્રોએ હવે મહિનાથી ઓછા સમયના વિઝા માટે 15 પાઉન્ડ અને છાત્ર વિઝા માટે 127 પાઉન્ડ વધારે ખર્ચ કરવા પડશે. શુક્રવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા અધ્યાદેશ બાદ બ્રિટિશ ગૃહ મંત્ર વિભાગે કહ્યું હતું કે બદલાવનો અર્થ એવો થઈ રહ્યો છે કે મહિનાથી ઓછા સમયના વિઝા માટે 115 પાઉન્ડ ખર્ચ કરવા પડશે અને છાત્ર વિઝા માટે 490 પાઉન્ડ થશે. 

બ્રિટિશ પીએમ ઋષિ સુનકે જુલાઈમાં ઘોષણા કરી હતી કે દેશના સાર્વજનિક ક્ષેત્રની વેચન વૃદ્ધિને પૂરી કરવા માટે વિઝા આવેદકો દ્વારા એનએચએસની ચુકવણી મોટી ફી અને સ્વાસ્થ્ય માટેની ફીમાં વૃદ્ધિ થવાની છે.

ઇ-પેપરના નવા શુલ્ક