વરસાદના કારણે તલાશીમાં અડચણ : કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાનને ચેતવણી આપી
નવી દિલ્હી, તા. 17: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે છેલ્લાં 100 કલાકથી વધારે સમયથી ચાલી રહેલી અથડામણ થંભી છે. 100 કલાક બાદ ગોળીબાર બંધ થયો છે પણ સેનાનું ઓપરેશન હજી સુધી પૂરું થયું નથી. સતત થઈ રહેલા વરસાદની અસર સર્ચ ઓપરેશન ઉપર પણ પડી છે. હકીકતમાં વરસાદનાં કારણે આતંકીઓને છુપાવાની તક મળે છે અને તલાશીમાં મુશ્કેલી વધે છે. તેવામાં ગોળીબાર રોકી દેવામાં આવ્યો છે પણ ક્વાડકોપ્ટર અને ડ્રોનથી આતંકીઓ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. હવે આતંકીઓ તરફથી પણ ગોળીબાર બંધ થયો છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ભારતના દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ભારત સાથે યુદ્ધ કરશો તો તમારાં બાળકોનું ભરણ પોષણ કોઈ બીજાને સોંપવું પડશે.
જો કે હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી કે તમામ આતંકીઓ ઢેર થયા છે. પહાડીમાં ગુફામાં છુપાયેલા છે કે પછી નાસી છૂટયા છે. આતંકવાદીઓને ઠાર કરવા માટે સેના ઉચ્ચ ટેકનિક વાપરી રહી છે. જે વિસ્તારમાં સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે તે ગાઢ જંગલ છે તેમજ