• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

નર્મદાનું રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં ખાનાખરાબી

રેવાનાં પાણી ચાંદોદ, અંકલેશ્વરમાં પહેલા માળે પહોંચ્યાં

સુરત તા. 18 : શ્રાવણ મહિનો આખો કોરો ધાકડ ગયા બાદ હવે રાજ્યમાં ભર ભાદરવે અષાઢી જેવો માહોલ જોવા મળ્યો છે. ઓગસ્ટ કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદે હેલી બોલાવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી જેમ વધી તેમ તબાહીના દૃશ્યો પણ વધ્યા છે. નર્મદાની જળસપાટી 138.68 મીટર પર પહોંચતા ભરૂચમાં નીચાણવાળા અને રાજમાર્ગો પર ભારે ખાનાખરાબી સર્જાઈ છે. ભરૂચમાંથી પસાર થતા નર્મદા પરનો ગોલ્ડન બ્રીજ પર પાણી 40.47 ફૂટની ઊંચાઈ પરથી સ્પર્શીને પરત ફર્યા છે. ગઈકાલથી નર્મદામાં ઘોડાપૂર આવતા ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. વહીવટીતંત્રએ આગમચેતી રાખી બચાવ અને રાહતનું કાર્ય શરૂ કરતાં મોટી જાનહાની ટળી છે. નર્મદા નદી બે કાંઠે થતાં ચાણોદ અને અંકલેશ્વરની કેટલીક સોસાયટીમાં ઘરના પહેલા માળ સુધી મા રેવાના પાણીમાં આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાતા ડેમમાંથી