• રવિવાર, 14 એપ્રિલ, 2024

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ   

હુરુન ઇન્ડિયાની યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને

નવી દિલ્હી, તા. 10 : મંગળવારે જારી થયેલી 360 વન વેલ્થ હુરુન ઇન્ડિયા ધનિકોની યાદી 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી રૂા. 8.08 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોચ પર રહ્યા હતા, જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજાં સ્થાને હતા.

યાદીમાં ગૌતમ અંબાણી બીજા ક્રમાંકે રહ્યા હતા. અત્યારે તેમની સંપત્તિ 4.72 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, અદાણીની સંપત્તિમાં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટનાં પગલે ભારે ઘટાડો નોંધાયો હતો. હુરુન ઇન્ડિયાની ભારતના ધનિકોની 12મી વાર્ષિક યાદી છે.

સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ. પુનાવાલા 2.78 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા નંબરના સ્થાન પર ટકી રહ્યા હતા. એચ.સી.એલ.ના શિવ નાદાર 2.28 લાખ કરોડ સાથે ચોથા ક્રમાંકે, ગોપીચંદ હિન્દુજા 1.76 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા ક્રમાંકે રહ્યા છે.

સન ફાર્માના સ્થાપક દિલીપ સંઘવી 1.64 લાખ કરોડ સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમાંકે રહ્યા હતા. ટોપ-10ની યાદીમાં એલ.એન. મિત્તલ, રાધાકૃષ્ણ દામાની, કુમાર મંગલમ બિરલા અને નિરજ બજાજ સમાવિષ્ટ છે.યાદીમાં 259 અબજપતિ છે, ગયા વર્ષની સરખામણીએ 38 ટકા વધુ છે, ઝેપ્ટોના ફાઉન્ડર કેવલ્ય વોહરા

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ