• બુધવાર, 29 નવેમ્બર, 2023

રાયપુરમાં રાહુલ ગાંધીએ પાક લણવામાં ખેડૂતોની મદદ કરી

રાયપુર, તા. 29 : છત્તીસગઢ પ્રવાસના બીજા દિવસે રાયપુર પાસે કઠિયા ગામમાં પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કિસાનોને મળ્યા હતા અને પાક લણવાના કામમાં મદદ કરી હતી.  `એક્સ' પર પોસ્ટ કરેલી તસવીરમાં રાહુલ પાક વાઢવાના દાંતિયા સાથે હાથમાં લણેલો પાક અને માયા પર ખેડૂત વીંટે તેવો કપડા સાથે જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ, ગૃહમંત્રી તામ્રધ્વજ સાહ, નાયબ મુખ્યમંત્રી ટી.એસ.સિંહદેવ, વિધાનસભાના અધ્યક્ષ ચરણદાસ મહંત પણ જોડાયા હતા.