બેંગ્લોર, તા. 19 : ભારતીય નૌકાદળ પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષ વચ્ચે ગાઝામાંથી લોકોને સુરક્ષિત ઉગારવા માટે તૈયાર છે. સેનાના યુનિટના જવાનો ઓમાન, એડનનો અખાત અને લાલ સાગરમાં તૈનાત કરાયા છે.
એડમિરલ આર. હરિકુમારે બેંગ્લોરમાં યોજિત સિનર્જી કોન્કલેવ દરમ્યાન આવી જાણકારી આપી હતી. ભારત પહેલાંથી જ ગાઝાના લોકોને રાહત સામગ્રી અને સહાય મોકલે છે.
ભારતીય નૌકાદળ તેના બેડાંનો આકાર વધારવાની તૈયારીમાં છે. બજેટ પણ મજબૂત છે અને પૂરતાં સંસાધનો છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
નૌકાદળ પાસે અત્યારે 130 જહાજ અને 220 એરક્રાફટ છે. અત્યારે તમામ આકારનાં 67 જહાજ અને સબમરીન બનાવવાનો વ્યાયામ જારી છે.