• બુધવાર, 24 એપ્રિલ, 2024

ચીનમાં કોરોનાની ભયાનક લહેરની ચેતવણી

ઓમિક્રોનનો કહેર : ભારતમાં કેસ વધવાની ચિંતા

બેજિંગ, તા.24 : કોરોનાના ભયાનક દૌરમાંથી દુનિયા બહાર આવી ચૂકી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે ખતરો સંપુર્ણ રીતે ટળી ગયો છે. ચીનમાં કોરોનાની નવી લહેર અત્યંત ભયાનક છે જેને પગલે ભારત સહિત દેશોની ચિંતા વધી છે.

ચીનમાં કોરોનાની એક પછી એક લહેર આવી રહી છે. નવી લહેર અંગે ચેતવણી આપવામાં આવી છે કે જૂનના છેલ્લા સપ્તાહ સુધીમાં દેશમાં દર સપ્તાહે 6.5 કરોડ નવા કેસ સામે આવી શકે છે. શ્વસન રોગ નિષ્ણાંત ઝોંગ નાનશાને ગ્વાંગઝૂની એક બાયોટેક કોન્ફરન્સમાં આવી ડરામણી ચેતવણી આપી હતી. ઓમીક્રોનના સબ વેરિયેન્ટ એક્સબીબીને કારણે ચીનમાં એપ્રિલથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં એકસબીબી વેરિયેન્ટને કારણે મે માસના આખર સુધીમાં 4 કરોડ અને એક મહિના બાદ 6.પ કરોડ કેસ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા જનઆંદોલન સામે ઝૂકી ચીન સરકારે ઝીરો કોવિડ પોલીસી સમાપ્ત કરી નાખતાં દેશમાં કોરોનાની હાલત કથળી છે. 1.4 અબજ લોકો પર આ વાયરસનો સતત ખતરો છે. ચીનમાં જ્યારે જ્યારે કોરોનાની લહેર આવી છે ત્યારે ત્યારે ભારતમાં પણ કોરોના કેસમાં એકાએક વધારો જોવા મળ્યો છ

ઇ-પેપરના નવા શુલ્ક