• સોમવાર, 04 માર્ચ, 2024

મહિલા પત્રકાર સહિત ચારને રાજ્યસભા મોકલશે તૃણમૂલ  

કોલકત્તા, તા.11 : દેશના 15 રાજ્યની કુલ 6 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે જેમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 6માંથી બેઠક પશ્ચિમ બંગાળથી છે. જે માટે તૃણમૂલ કોંગ્રેસે વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ, નેતા સુષ્મિતા દેવ, નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યુ છે. પાંચમાંથી  એક બેઠક ભાજપ જીતશે તે નિશ્ચિત માનવામાં આવે છે.