• સોમવાર, 04 માર્ચ, 2024

આંધ્રના શ્રીશૈલમ મંદિરના પ્રસાદમાં નીકળ્યું હાડકું !

શ્રદ્ધાળુની લેખિત ફરિયાદ, તપાસનો આદેશ

હૈદરાબાદ, તા.11: આંધ્રપ્રદેશના શ્રીશૈલમ મંદિરમાં પ્રસાદમાંથી હાડકાનો ટુકડો નીકળ્યાની ફરિયાદ એક ભાવિકે મંદિર પ્રશાસનને કર્યાનું સામે આવતાં ચકચાર મચી છે. મંદિર પ્રશાસને પ્રતિક્રિયામાં કહ્યંy કે અંગે ફરિયાદ મળી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

હૈદરાબાદના એક શ્રદ્ધાળુ હરીશ રેડ્ડીએ ફરિયાદ કરી કે શુક્રવારે મંદિરમાં દર્શન બાદ જે પ્રસાદ તેમણે મેળવ્યો હતો તેમાંથી હાડકાનો ટુકડો નિકળ્યો છે. બનાવ સામે આવતાં મંદિર પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે અને સ્વચ્છતા તથા પ્રસાદની ગુણવત્તા અંગે ચિંતા વધી છે. શ્રદ્ધાળુએ મંદિર પ્રશાસનનાં કાર્યાલયમાં પોતાની ફરિયાદ લેખિતમાં આપી છે. જેને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.