• સોમવાર, 04 માર્ચ, 2024

સિસોદિયા ત્રણ દિવસ જેલ બહાર આવશે  

નવીદિલ્હી, તા. 12 : દિલ્હીની એક કોર્ટે આજે આમઆદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને દિલ્હીનાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને રાહત આપતાં તેમની ભત્રીજીનાં વિવાહમાં હાજરી આપવા માટે ત્રણ દિવસનાં વચગાળાનાં જામીન મંજૂર કરી દીધા છે. તેઓ 14મી ફેબ્રુઆરીએ લખનઉમાં ભત્રીજીનાં લગ્નમાં હાજરી આપી શકશે. સિસોદિયા તરફથી 12થી 16મી ફેબ્રુઆરી સુધી જામીન માગવામાં આવ્યા હતાં પણ કોર્ટે 13થી 1પમી સુધી જામીન મંજૂર કર્યા છે માટે તેઓ ત્રણ દિવસ માટે જેલમાંથી બહાર આવશે.