• સોમવાર, 04 માર્ચ, 2024

પંજાબ બાદ દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો સંકેત  

`આપ'નો વીડિયો વાયરલ

નવી દિલ્હી, તા. 12 :  મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબ પછી હવે દિલ્હીમાં પણ લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો સંકેત આપી દીધો છે. આમ આદમી પાર્ટીએ `એક્સ' પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કેજરીવાલ એવું કહેતા જોવા મળે છે કે, દિલ્હીના લોકોએ સાતેય બેઠક `આપ'ને આપવાનું નક્કી કરી લીધું છે. 

સૂત્રોએ કહ્યું હતું કે, દિલ્હી માટે `ઈન્ડિયા'ના સાથી પક્ષો `આપ' અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી સંદર્ભે 4-3 ફોર્મ્યુલા પર ચર્ચા ચાલી રહી હતી. જેમાં કોંગ્રેસના ચાર, આપના ત્રણ બેઠક પરથી ચૂંટણી લડવાની અટકળો હતી.  આમ આદમી પાર્ટીએ અનેકવાર ભારપૂર્વક કહ્યું છે કે, અમે `ઈન્ડિયા'ની સામે છીએ, પરંતુ લોકસભા ચૂંટણી માટે અલગ અલગ રાજ્યોમાં પોતાના ઉમેદવારોની ઘોષણા પણ કરે છે.