• સોમવાર, 04 માર્ચ, 2024

સુવિધા દેશોને ભારત સાથે જોડે છે : મોદી  

ફ્રાન્સ બાદ મોરેશિયસ અને શ્રીલંકામાં યુપીઆઇ લોન્ચ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઇ) સેવા લોન્ચ કરી છે. બન્ને દેશમાં પ્રવાસે જતા ભારતીય નાગરિકોની સાથોસાથ ભારતની યાત્રા કરનારા બેય દેશના નાગરિક પણ ઉપયોગ કરી શકશે. તાજેતરમાં ફ્રાન્સમાંયે યુપીઆઇનો પ્રારંભ થયો હતો.

સુવિધા લોન્ચ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતનું યુપીઆઇ હવે એક નવી જવાબદારી નિભાવી રહ્યું છે, `યુનાઇટિંગ પાર્ટનર્સ વીથ ઈન્ડિયા' એટલે કે, સહભાગીઓને ભારત સાથે જોડે છે.

વીડિયો કોન્ફરન્સિંગથી યોજિત કાર્યક્રમમાં મોદી સાથે શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનૌથ સાથે ત્રણેય દેશની કેન્દ્રીય બેન્કોના ગવર્નર જોડાયા હતા. મોદીએ મોરેશિયસમાં યુપીઆઇ સેવાની સાથોસાથ રૂપે કાર્ડ સેવા પણ લોન્ચ કરી હતી.