• રવિવાર, 14 એપ્રિલ, 2024

બીસીસીઆઇના નવા ફી માળખાની બ્લૂ પ્રિન્ટ તૈયાર   

ટેસ્ટ ક્રિકેટરને વર્ષે 15 કરોડ અને રણજી ખેલાડીને 75 લાખ મળે તેવું આયોજન 

નવી દિલ્હી તા.29: બીસીસીઆઇ ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ ને વધુ ખેલાડી રૂચિ કેળવે તે અર્થે મોટા ફેરફાર કરવાની છે. માટે ઘરેલુ ક્રિકેટમાં મેચ ફીમાં વધારો કરવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટ રમતા ખેલાડીઓની સેલેરી પણ વધશે અને આઇપીએલની જેમ તેમને પણ માલામાલ કરાશે. બીસીસીઆઇએ ગઇકાલે વાર્ષિક કરારબધ્ધ ખેલાડીઓની સૂચિ જાહેર કરી છે. તેમાં ડોમેસ્ટિક ક્રિકેટને નજરઅંદાજ કરનાર ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની છૂટ્ટી કરવામાં આવી છે.

હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રણજી ટ્રોફી રમનાર ખેલાડીને એક સિઝનમાં 75 લાખ આસપાસની રકમ કમાવવા માટે મળે તે અનુસાર મેચ ફી નિશ્ચિત કરવામાં આવશે. હાલ રણજી ટ્રોફીના એક સિઝનના તમામ લગભગ 10 મેચ રમનાર ખેલાડીની કમાણી 25 લાખ આસપાસ હોય છે. જયારે એક વર્ષમાં તમામ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીની કમાણી 15 કરોડ આસપાસ હશે. જે આઇપીએલના મોટા કરાર સમાન હશે. બીસીસીઆઇના નવા ફી માળખાની બ્લૂ પ્રીંટ તૈયાર છે. જેનો અમલ ટૂંક સમયમાં થશે. જો કે બારમાં હજુ સુધી ક્રિકેટ બોર્ડે તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ