• રવિવાર, 14 એપ્રિલ, 2024

ઇંગ્લૅન્ડને ફટકો : સ્ટોક્સ ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી ગયો   

લંડન, તા.2 : ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને રેડ બોલ (ટેસ્ટ ફોર્મેટ) કેપ્ટન બેન સ્ટોક્સ આગામી ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી ગયો છે. તેણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને જાણ કરી દીધી છે કે ટીમ પસંદગી માટે તે ઉપલબ્ધ રહેશે નહીં. પસંદગી સમિતિએ મારા નામ પર વિચાર કરવો. ગત ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ જયારે ચેમ્પિયન બની હતી ત્યારે બેન સ્ટોકસે વિનિંગ શોટ ફટકાર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ