• રવિવાર, 14 એપ્રિલ, 2024

આજે કોલકાતા સામે દિલ્હીની કપરી કસોટી 

ડીસી જીતનો ક્રમ જાળવી રાખવા માગશે : કેકેઆરની નજર જીતની હેટટ્રિક પર 

વિશાખાપટનમ, તા.2: દિલ્હી કેપિટલ્સની બુધવારે રમાનાર મેચમાં સાબિત કરવા માગશે કે ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મળેલી જીત કોઈ તુક્કો હતો. બીજી તરફ કોલકતા નાઇટ રાઇડર્સની નજર જીતની હેટ્રિક પર હશે. આઇપીએલના મેચમાં બન્ને ટીમ બુધવારે આમને-સામને હશે ત્યારે કાંટે કી ટક્કર થશે. દિલ્હી ટીમે રવિવારે ચેન્નાઇને 20 રને આંચકારૂપ હાર આપી હતી. હવે તેનો સામનો કેકેઆર સામે થશે. જેના બેટધરોએ 29 માર્ચે આરસીબીના બોલરો સામે શાનદાર દેખાવ કરીને જીત મેળવી હતી. દિલ્હી માટે ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઉપર સારી શરૂઆતની જવાબદારી રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ