• રવિવાર, 14 એપ્રિલ, 2024

બેંગલોર સામે લખનઊના 5 વિકેટે 181 

ડિ'કોકના આક્રમક 81 અને પૂરનના આતશી 40* રનથી

બેંગ્લુરુ તા. 2: પહેલા કિવંટન ડિ'કોકની 5 છકકાથી 81 રનની આક્રમક ઇનિંગ અને બાદમાં ડેથ ઓવર્સમાં નિકોલસ પૂરનની છકકાની તડાફડીથી આઇપીએલના આજના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં 5 વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ડેથ ઓવર્સમાં કેરેબિયન ફટકાબાજ નિકોલસ પૂરને 5 છકકા અને 1 ચોકકાથી 21 દડામાં અણનમ 40 રન ઝૂડયા હતા. પૂરને 19મી ઓવરમાં ઉપરા ઉપરી ત્રણ અને આખરી ઓવરમાં બે છકકા ફટકારીને લખનઉને 181 રને પહોંચાડયું હતું. પૂરન અને કુણાલ (0) વચ્ચે છઠ્ઠી વિકેટની અતૂટ ભાગીદારીમાં 12 દડામાં 33 રનની ભાગીદારી થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ