• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

જુ. મહિલા એશિયા કપમાં ભારતીય હોકી ટીમનો મલેશિયા સામે 2-1થી વિજય

નવી દિલ્હી, તા.5: જાપાનના કાકામીગહારા શહેરમાં રમાઇ રહેલ જૂનિયર મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો તેના બીજા મેચમાં મલેશિયા સામે 2-1 ગોલથી વિજય થયો હતો. ભારત તરફથી મુમતાઝ અને દીપિકાએ ગોલ કર્યાં હતા. આ વિજયથી ભારતીય યુવા મહિલા ટીમ ગ્રુપ એમાં ટોચ પર આવી ગઇ છે. ભારતે આ પહેલા ઉઝબેકિસ્તાન વિરૂધ્ધ 22-0 ગોલના મોટા અંતરથી વિજય મેળવ્યો હતો. ગ્રુપ એમાં ભારત સાથે મલેશિયા, ઉઝબેકિસ્તાન, ચીની તાઇપે અને દ. કોરિયા છે. જયારે ગ્રુપ બીમાં જાપાન, કઝાકિસ્તાન, હોંગકોંગ, ઈન્ડોનેશિયા અને વર્તમાન ચેમ્પિયન ચીન છે. બન્ને ગ્રુપની બે ટોચની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. 11 જૂને ફાઇનલ મેચ રમાશે.