• બુધવાર, 22 મે, 2024

સીએસકેની સફળતાનો શ્રેય ઋતુરાજે પ્રી સિઝન કેમ્પને આપ્યો

ચેપોક પર 170 આસપાસનો સ્કોર પૂરતો હતો, અંતમાં અમારા બૉલરોએ બાજી મારી 

ચેન્નાઇ, તા.24: આઇપીએલની વર્તમાન સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સની સફળતાનો શ્રેય યુવા ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે માર્ચ-એપ્રિલમાં ચેપોક સ્ટેડિયમ યોજાયેલ પ્રી સિઝન કેમ્પને આપ્યો છે. ચેન્નાઇની ટીમ અહીંની મુશ્કેલ પીચ પર ગુજરાત ટાઇટન્સને 15 રને હાર આપીને ફાઇનલમાં પહોંચી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે આઇપીએલની ગત સિઝન સીએસકે માટે દુ:સ્વપ્ન સમાન રહી હતી અને 9મા સ્થાને રહી હતી.

ગાયકવાડ સહિતના ઘણા ખેલાડી વર્તમાન સિઝન પહેલા ચેપોક પર મેચ રમ્યા ન હતા. આથી ટીમનો અહીં 3 માર્ચથી ટ્રેનિંગ કેમ્પ રખાયો હતો. જેમાં કપ્તાન એમએસ ધોની, અજિંકયા રહાણે, શિવમ દૂબે, અંબાતિ રાયડુ, તુષાર દેશપાંડે સહિતના મોટાભાગના ભારતીય ખેલાડીઓ અને શ્રીલંકાના મહિશા પથિરાનાએ ભાગ લીધો હતો. રીહેબ બાદ દીપક ચહર પણ જોડાયો હતો. 

મેચ બાદની પત્રકાર પરિષદમાં ગાયકવાડે કહ્યં કે, કેમ્પ જરૂરી હતો કારણ કે, અમે બધા એ જાણવા માગતા હતા કે પીચ કેવી પ્રકૃતિની છે. ખેલાડીના નબળાઇ-સબળાઇ પણ કેમ્પમાં ખબર પડી. અમે પૂરી સિઝનમાં દરેક મેચમાં પીચના મિજાજ અનુસાર રમાવાનો પ્રયાસ કર્યો. આથી યુવા ખેલાડીઓ જેવા કે દેશપાંડેની રમતમાં સુધારો જોવા મળ્યો. ગયાકવાડ કહે છે કે, અમારી સફળતા પાછળ ઘણી મહેનત છે. જે ગયાં વર્ષથી શરૂ થઈ છે ત્યારે અમે પ્લે ઓફમાં પહોંચી શક્યા ન હતા. અમને બધાને પહેલા મેચથી અમારો રોલ ખબર હતો. 

ગુજરાત સામેના મેચ વિશે તેણે કહ્યંy કે, અમને ખબર હતી કે આ પીચ પર 170 આસપાસનો સ્કોર સારો બની રહેશે. અમે પહેલી 10 ઓવર સુધી વિકેટ બચાવી રાખવા માગતા હતા. જેમાં સફળ રહ્યા. 10 ઓવર બાદ મેચ પલટી ગયો હતો. અંતમાં અમારા બોલરોએ બાજી મારી. અમારી સફળતામાં કોન્વેની બેટિંગ પણ મહત્ત્વની બની રહી.

ઇ-પેપરના નવા શુલ્ક