• સોમવાર, 04 માર્ચ, 2024

બુમરાહનો અહમ્ ઘવાયો : રોહિતે કોઈ પ્રતિક્રિયા આપી નહીં

હાર્દિકની વાપસી બાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં નારાજગી? 

મુંબઇ, તા.28 : સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની નાટયાત્મક અંદાજમાં મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થયા બાદ પાંચ વખતની આ પૂર્વ ચેમ્પિયન ટીમમાં બધું ઠીક ચાલી રહ્યંy નથી. ટીમ મેનેજમેન્ટે હાર્દિકની વાપસી પર જે નિર્ણય લીધો તેનાથી મુંબઇ ઇન્ડિયન્સના કેટલાક સીનીયર ખેલાડીઓ નારાજ હોવાના રિપોર્ટ છે. આ બારામાં ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહની એક પોસ્ટ ઘણા સવાલ ઉભા કરે છે. 

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ થયા બાદ જસપ્રિત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક મેસેજ પોસ્ટ કર્યોં છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે મૌન ઘણીવાર સૌથી સારો જવાબ બની રહે છે. તેની આ પોસ્ટ પરથી ઘણા પ્રશંસકોનું માનવું છે કે બુમરાહની મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન બનવાની મહત્ત્વાકાંક્ષા હતી. આથી તે થોડો નિરાશ છે. 

હાલ તો મુંબઇ ઇન્ડિયન્સનો કપ્તાન રોહિત શર્મા છે. જે હાલ ભારત બહાર પરિવાર સાથે વિશ્વ કપ ફાઇનલની હારનો ગમ ઉતારી રહ્યો છે. તેણે પણ હાર્દિક પંડયાની મુંબઇમાં વાપસી આવકારી નથી કે અન્ય કોઇ પ્રતિક્રિયા આપી નથી.